સુરત પાંડેસરા જીઆઈડીસીની પારસ મિલમાં 4 ના મૌત
પોલીસે કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો
પોલીસ સાથે જીપીસીબી અને એફએસએલની ટીમો પણ તપાસમાં જોડાઈ
સુરત પાંડેસરા જીઆઈડીસીની પારસ મિલમાં ટાંકી સાફ કરવા જતા ગુંગળામણનો શિકાર બનેલા ચારમાંથી ત્રણ કારીગરોના શનિવારે મોત નિપજ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કારીગરનુ પણ મોત નિપજ્યુ હતું. તો હાલ પોલીસે કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.
સુરતના પાંડેસરા જીઆઈડીસી ખાતેઆવેલ પારસ પ્રિન્ટ મિલમાં પ્લાન્ટની અંડર ગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો દિપુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, સંદીપકુમાર સંતોષ પાસવાન, સોનુકુમાર કમલેશ પાસવાન અને મંલેદર કુમાર ટાંકીમાં ઉતર્યા હતા જેઓને ગુંગળામણ થતા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ચારમાંથી ત્રણ શ્રમિકો દિપુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, સંદીપકુમાર સંતોષ પાસવાન, સોનુકુમાર કમલેશ પાસવાનને તબીબોએ મૃત જાહેર કર્યા હતા જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મંલેદર કુમારનુ પણ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોડી રાત્રે મોત નિપજ્યુ હતું. હાલ તો બનાવને લઈ પાંડેસરા પોલીસે પારસ મિલના કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો પોલીસ સાથે જીપીસીબી અને એફએસએલની ટીમો પણ તપાસમાં જોડાઈ હોવાનુ સામે આવ્યુ છે.
