સુરત : 50 રૂપિયા માટે મિત્રનો જીવ લીધો
બર્થ ડે સેલિબ્રેશન માટેના ખર્ચ પેટે ભાગે પડતા પૈસા માગતાં છરી મારી પતાવી દીધો,
પાંડેસરા પોલીસે બેની ધરપકડ
સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં તિરૂપતિ સર્કલ પાસે થયેલી યુવાનની હત્યા મામલે પોલીસે બે હત્યરાઓને ઝડપી પાડ્યા છે.
સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજીંદો વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ગત 17મી સપ્ટેમ્બરના રોજ તિરૂપતિ સર્કલ પાસે એક સાથે સાત જેટલા મિત્રો ભેગા થયા હતા. અને હોટલના રૂમ બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. મિત્રના જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી અને તે પણ માત્ર 50 રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં એક યુવાનની ચપ્પુ ના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. હાલ તો આ હત્યાકાંડમાં પાંડેસરા પોલીસે બે હત્યારાઓ બીટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબેને ઝડપી પાડી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા છે.
