સુરત : જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર
ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થી
સુરતનો આગમ શાહ સિટી ટોપર રહ્યો
દેશની સૌથી પ્રતિષ્ઠિઠ ઈન્જિનિયરિંગ પ્રવેશ પરિક્ષા જેઈઈ એડવાન્સ 2025ના પરિણામો જાહેર થયા છે જેમાં સુરત એલનના વિદ્યાર્થીએ બાજી મારી હોય તેમ એલન સુરતનો આગમ શાહ સિટી ટોપર રહ્યો છે જ્યારે ઓલ ઈન્ડિયામાં 17મો રેંક મેળવ્યો છે.
દેશની સૌથી પ્રતિષ્ઠિઠ ઈન્જિનિયરિંગ પ્રવેશ પરિક્ષા જેઈઈ એડવાન્સ 2025નુ આજે બે જૂન 2025 ના રોજ પરિણામ જાહેર થયું છે. જેઈઈ એડવાન્સના પરિણામોમાં એલન કેરિયર ઈન્સ્ટીટ્યુટ સુરતના વિદ્યાર્થીએ સુરતમાં બાજી મારી છે. એલન સુરતના વિદ્યાર્થી આગમ શાહ સિટી ટોપર રહ્યો છે જ્યારે ઓલ ઈન્ડિયામાં 17મો રેન્ક મેળવ્યો છે. જ્યારે એલનના કલ્પ શાહએ ઓલ ઈન્ડિયામાં 87મો રેન્ક મેળવ્યો છે. આ અંગે એલન સુરતના હંસપાલએ જણાવ્યુ હતું કે સુરત ટોપ 7 વિદ્યાર્થીઓ એલન કેરિયર ઈન્સ્ટીટ્યુટ સુરતના છે. તો આગમ શાહએ જેઈઈ મેનના પરિણામમાં ઓલ ઈન્ડિયા રેન્ક 87 તથા મૈથ્સ માં 100 પરસેન્ટાઈલ સ્કોર મેળવ્યો હતો. જ્યારે કલ્પ શાહએ ઓલ ઈન્ડિયા રેન્ક 34 અને મૈથ્સમાં 100 પરસેન્ટાઈલ સ્કોર મેળવ્યો હતો. પરિણામોમાં આગમ શાહ સુરત સિટી માં રેન્ક વન અને કલ્પ શાહ બીજા નંબરે રહ્યો છે. આગમ છેલ્લા છ વર્ષથી અને કલ્પ બે વર્ષથી એલન સુરતમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ હોવાનું પણ જણાવાયુ હતું. તો પત્રકાર પરિષધમાં એલન સુરતના હંસપાલ તથા સુરત સીટી ટોપર આગમ સહિતનાઓએ વાત કરી હતી.