સુરતમાં રીઢો વાહન ચોર ઝડપાયો
ઉધના પોલીસે મોપેડ સાથે રીઢા ચોરોને ઝડપ્યો
સંજય બાબુલાલ પવાર અને સલમાન પઠાણની ધરપકડ
સુરતમાં વાહન ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે સુરતની ઉધના પોલીસે સચીન પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી એક્ટિવા મોપેડ સાથે રીઢા ચોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં ઘણા સમયથી વાહન ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી, નાયબ પોલીસ કમિશર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ અને પીએસઆઈ એમ.કે. ઈશરાણીની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રૂખડનાઓએ બાતમીના આધારે સચીન પોલીસ મથકની હદમાંથી એક્ટીવા મોપેડની ચોરી કરનાર રીઢાઓ જેમાં ગોડાદરા ખાતે રહેતા મુળ મહારાષ્ટ્રના સંજય બાબુલાલ પવાર અને લિંબાયત ખાતે રહેતા સલમાન પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી સચીન પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી એક્ટીવા મોપેડ કબ્જે લઈ બન્નેનો કબ્જે સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.