સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું
વરાછામાં મહિલા સંચાલક અને છ ગ્રાહકો ઝડપાયા,
ત્રણ દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ
સુરતમાં રેડ લાઈટ એરિયા બંધ થયા બાદ હોટલો અને સ્પામાં દેહવેપાર શરૂ થયો છે ત્યારે અનેક જગ્યાએથી પોલીસે કુટણખાના ઝડપી પાડ્યા બાદ હવે કારખાનામાંથી દેહ વેપાર ઝડપાયુ છે. વરાછા પોલીસે એમ્બ્રોઈડરીના યુનિટમાં ધમધમી રહેલા દેહવેપાર પર દરોડા પાડી લલનાઓને મુક્ત કરાવી હતી.
સુરતમાં રેડ લાઈટ એરિયા બંધ થયાને વર્ષો વિતી ગયા છે જો કે આ બદી હજુ પણ સુરતમાં ધમધમી રહી છે. સુરતના અનેક વિસ્તારો અને તેમાં પણ પોસ વિસ્તારમાં હોટલો અને સ્પા, મસાજ પાર્લરની આડમાં દેહવેપારનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. ત્યારે હવે તો આ બદી કારખાનાઓ સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યુ છે. વાત એમ છે કે સુરતની વરાછા પોલીસને બાતમી મળી હતી કે ઘનશ્યામ નગરમાં એક કારખાનામાં દેહવેપાર ચાલે છે. જેથી વરાછા પોલીસે બાતમીના આધારે ઘનશ્યામ નગરમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં દરોડા પાડ્યા હતાં જ્યાંથી પોલીસે ત્રણ લલનાઓને મુક્ત કરાવી હતી. તો શરીર શુખ માણવા આવેલા છ ગ્રાહકોને પોલીસે પકડી પાડ્યા હતાં. અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.