અંબાજી શક્તિ કોરિડોરના કારણે અસરગ્રસ્ત 89 પરિવારોને ભેટ,

Featured Video Play Icon
Spread the love

અંબાજી શક્તિ કોરિડોરના કારણે અસરગ્રસ્ત 89 પરિવારોને ભેટ,
શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન
સરકાર આપશે નિઃશુલ્ક પ્લોટ

અંબાજી મંદિરના શક્તિદ્વારથી ગબ્બર પર્વત સુધી નિર્માણ થનાર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રોજેક્ટના માર્ગમાં આવતા રબારી સમાજ અને અન્ય સમાજના 89થી વધુ કાચા-પાકા મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે અંબાજી શક્તિ કોરિડોરના કારણે અસરગ્રસ્ત 89 પરિવારોને સરકાર આપશે નિઃશુલ્ક પ્લોટ

અંબાજી મંદિરના શક્તિદ્વારથી ગબ્બર પર્વત સુધી નિર્માણ થનાર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈ છેલ્લા બે મહિનાથી અસરગ્રસ્ત લોકો સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ માં અંબાના મંદિરે ધજા ચઢાવી વિશેષ પ્રાર્થના કરી હતી. ગબ્બર રબારીવાસથી અંબાજી મંદિર સુધી માતાજીની ધજા સાથે રેલી યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું કામ શરૂ થવાનું હોવાથી સ્થાનિકોએ સરકાર તેમની માગણીઓનો સકારાત્મક ઉકેલ લાવે તેવી માં અંબાને પ્રાર્થના કરી હતી. જેને લઇ હવે હવે અંબાજી શક્તિ કોરિડોરના કારણે અસરગ્રસ્ત 89 પરિવારોને સરકાર આપશે નિઃશુલ્ક પ્લોટ

સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ તેમના ઘરના બદલે અન્ય જગ્યાએ ઘર આપવામાં આવે તેવી તેમની માગણી છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ હાથમાં નોટિસ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આટલા મોટા વિરોધ છતાં અધિકારીઓ કે નેતાઓ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *