સુરતના વરાછા બ્રિજ પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા બ્રિજ પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત
ટ્રક પાછળ રેપિડો બાઈક ધડાકાભેર અથડાતા મૌત
પાછળ બેઠેલા મુસાફરને ગંભીર ઈજા પહોંચી

સુરતના વરાછા બ્રિજ પર વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બ્રિજ પર ઉભેલી ટ્રક પાછળ રેપિડો બાઈક ધડાકાભેર અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું, જ્યારે પાછળ બેઠેલા મુસાફરને ગંભીર ઈજા પહોંચી છે.

સુરતના વરાછા બ્રિજ પર વહેલી સવારે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો. બ્રિજ પર ઉભેલી ટ્રક પાછળ પૂરજોશમાં આવી રહેલી રેપિડો બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચલાવતા 31 વર્ષીય વિજય સોલંકીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા પેસેન્જરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *