માંડવી 100 ડેઈઝ ટીબી કાર્યક્રમ યોજાયો
માંડવી માં 100 ડેઈઝ ટીબી કાર્યક્રમ અંતર્ગત એક્સરેની ગોડસંબા ખાતે કામગીરી કરાય.માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા ડીટીઓના માર્ગદર્શન હેઠળ 100 ડેઝ ટીબી કાર્યક્રમ અંતર્ગત દિપક ફાઉન્ડેશનના સહયોગથી માંડવી તાલુકાના ગોડસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોબાઈલ એક્સરે વાન દ્વારા 170 થી પણ વધુ એક્સરે ની કામગીરી કરવામાં આવી તથા જરૂરિયાત ધરાવતા દર્દીઓને CBNAAT માટેના સેમ્પલ લેવામાં આવ્યા.