આણંદમાં બાળકીના હત્યારા મામલે મોટો ખુલાસો.
મૃતક આરોપી હતો પિશાચી સિરિયલ કિલર.
અટકાયત બાદ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો.
આણંદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. એલસીબીની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને આણંદ લાવી રહી હતી. આ દરમિયાન તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું
આણંદ વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. પોલીસે આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેને LCBની ટીમ આણંદ લાવી રહી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં એન્કાઉન્ટર કરવાનો વારો આવ્યો છે. આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પરથી થોડા દિવસો પહેલા એક યુવાને ચાર વર્ષની માસૂમ બાળકીને ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. પરિવારે શોધખોળ બાદ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, એલસીબીની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને આણંદ લાવી રહી હતી. આ દરમિયાન તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું. આ સાથે જ અચાનક તેણે પોતાની પાસે છુપાવેલા ચપ્પુથી બે પોલીસ કર્મચારી પર હુમલો કરીને તેમને ઇજાગ્રસ્ત કરી દીધા હતા. જેથી પીએસઆઈ રાણાએ તેને વારંવારની ચેતવણી આપી હતી. તે છતાં આરોપી અટક્યો ન હતો. જેથી પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
