સુરતના ડુમસ રોડ ખાતે બંધ હાલતમાં પડેલ સેન્ટ્રલ મોલ
સેન્ટ્રલ મોલમાં મોડી રાતે મોલની પાછળની દિવાલથી કુદીને ચોરી
પોલીસ કર્મીઓએ રંગેહાથ પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના ડુમસ રોડ ખાતે બંધ હાલતમાં પડેલ સેન્ટ્રલ મોલમાં મોડી રાતે મોલની પાછળની દિવાલથી કુદીને ચોરી કરવાના ઈરાદે ૧૧ જેટલા ઈસમો દીવાલ કુદીને તોડફોડ કરી રહ્યા હતા. આ દરમિયાન વોચમેને મોલ પાસેથી પસાર થતી પીસીઆર વાનને ઉભી રાખીને હકીકત જણાવતા ઉમરા પોલીસના કર્મીઓએ તમામને રંગેહાથ પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ઉમરા પોલીસે જણાવ્યું હતું કે , સુરતના ડુમસ રોડ ખાતેનો સેન્ટ્રલ મોલમાં ૨૪ એપ્રિલને રાત્રીના સમયે ૧૧ આરોપીઓ નરેશભાઈ વાઘેલા (૨) ગોપાલ અનિલ (૩) અનિલ મનોજ દેવીપુજક ( (૪) અરુણ વાઘેલા (૫) રામુભાઈ દેવીપુજક, (૬) હીરેન ગામીત (૭) અજય વાઘેલા, (૮) વિજય ભાભોર, જિગ્નેશ દેવીપુજક , (૧૦) અજય દેવીપુજક અને (११) મુકેશભાઈ દેવીપુજક મોલની પાછળની દીવાલને સીડીથી ચડીને મોલમાં કાચ તોડીને ચોરી કરવાના ઈરાદે અંદર ઘૂસ્યા હતા. આ ઉપરાંત મોલમાં પણ તોડફોડ કરી રહ્યા હતા. વોચમેનને બનાવની જાણ થતા પોતે મોલની બહાર આવતા જ પીસીઆર વાનને નજરે જોતા વાનને રોકીને સમગ્ર હકીકત વર્ણવી હતી. બાદમાં ઉમરા પોલીસના કર્મીઓએ વોચમેન સાથે મળીને ત્રીજા માળે જઈને તપાસ કરતા ઈસમો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ૧૧ ઈસમોને પોલીસે મોડીરાતે ૩.૩૦ વાગ્યાના અરસામાં પકડી પાડયા હતા. જયારે તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.