સુરતમાં તાપી માતાના પ્રાગ્ટય દિવસની ઉજવણી કરાઈ
કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ
મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા કરી
1100 મીટરની ચૂંદડી તાપી માતાને અર્પણ કરાઈ
આજે અષાઢ સુદ સાતમ એટલે કે બે જુલાઈના રોજ તાપી માતાના પ્રાગ્ટય દિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી. તો કુરૂક્ષેત્ર ધામ સુર્યોદય ઘાટ પર તાપી માતાને 1100 મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી.
સુરતમાં દર વર્ષે તાપી મતાના પ્રાગટ્ય દિનન હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે અષાઢ સુદ સાતમ બીજી જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરાઈ હતી. સુરતમાં માં તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ હતી. શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા 1100 મીટરની ચૂંદડી તાપી માતાને અર્પણ કરાઈ હતી. તો મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા કરી હતી.