સુરતના પાંડેસરામાં મહિલાનો આપઘાત
પતિએ ઠપકો આપતા પત્નિએ કર્યો આપઘાત
પ્રેમી સાથે વાત કરવાની ના પડતા કર્યો આપઘાત
ફોન પર સતત પ્રેમી સાથે વત કરતી પત્નિને પતિએ ઠપકો આપતા પત્નિએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના પાંડેસરામાં અપેક્ષા નગર ખાતે રહેતા શિવારામ પ્રધાનની 21 વર્ષીય પત્ની પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી. પત્ની સતત પ્રેમી સાથે ફોન પર વ્યસ્ત રહેતા પતિએ ઠપકો આપ્યો હતો. અને જો તે આજ રીતના ફોન પર પ્રેમી સાથે વાત કરતી રહેશે તો હું તારા માતા-પિતાને કહી દઈશ તેમ કહી પતિ નોકરીએ ચાલ્યો ગયો હતો. અને પત્નીએ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વધુમાં શિવાપ્રધાન ના લગ્નને દોઢ વર્ષ થયો હતો. હાલ તો પાંડેસરા પોલીસે યુવતીના મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.