અમદાવાદ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના
આરએએફ ના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચ્યા.
એકજ પરિવાર 5 સદસ્યના મોત થતા ગામમાં માતમ
3 છોકરીયો 1 પુત્ર અને તેની માતાનું મોત
અમદાવાદની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ માં દાહોદ જિલ્લાના એકજ પરિવાર 5 સદસ્યના મોત અને પિતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે આ દુખદ ઘટનાને લઇ આખું સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામ માતમ માં ફેરવાયુ.
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના મજુરી અર્થે પોતાનું પેટીયુ રળવા ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા હતા તે સમય ભયંકર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના પત્ની સહિત ચાર બાળકોના મોત પિતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા,અમદાવાદ મ્યુનિસિપાલટી નગરપાલિકાની વાહનો પોલીસ બંદોબસ્ત સાથે મૃતકની લાશ લાવવામાં આવી. સ્થાનિક પોલીસ સહિત મામલતદાર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અમદાવાદની એક ફેક્ટરીમાં થયેલી ભંયકર બ્લાસ્ટથી ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે પરિવારના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટનું કારણ જાણવા પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
