સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓ

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓ
સવારે 10:30 વાગ્યે અચાનક કચેરી પહોંચી કર્મચારીઓની હાજરીની ચકાસી
કચેરીમાં મોડા આવતા કર્મચારીઓમાં દોડધામ અને ચિંતાનો માહોલ

સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ હોય તેમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ સવારે 10:30 વાગ્યે અચાનક કચેરી પહોંચી કર્મચારીઓની હાજરીની ચકાસણી કરી હતી. જેને લઈ લેટ આવનાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સરકારી કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર રહેતા ન હોવાની સતત ફરિયાદો બાદ જિલ્લા પંચાયતે કડક વલણ અપનાવ્યું હોય તેમ આજે સવારે 10:30 વાગ્યે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ જાતે કચેરીમાં પહોંચી હાજરીની તપાસ કરી હતી. મોડા આવતા કર્મચારીઓને રંગે હાથ પકડવાની તૈયારી કરવામાં આવી હોય તેમ લોકોના કામોમાં વિલંબ અને બેદરકારીના આક્ષેપોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કોઈ કર્મચારી સમયસર હાજર નહીં હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આ અચાનક ચેકિંગને કારણે જિલ્લા પંચાયત કચેરીમાં મોડા આવતા કર્મચારીઓમાં દોડધામ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *