ટ્રક ચોરીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ઝાલોરથી આરોપીને ઝડપી પાડ્યો
સીઆરપીસી કલમ 70 મુજબનો વોરંટ ધરાવતો બિશ્નોઈ ગેંગનો સાગરીત ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રક ચોરીના ગુનામાં 10 વર્ષથી સીઆરપીસી કલમ 70 મુજબના ફરારી બીસ્નોઈ ગેંગના સાગરીતને રાજસ્થાનના ઝાલોરથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમે બાતમના આધારે રાજસ્થાનના ઝાલોર ખાતે જઈ ત્યાંથી લિંબાયત પોલીસ મથકમાં ટ્રક ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી સીઆરપીસી કલમ 70 મુજબના ફરારી બીસ્નોઈ ગેંગના સાગરીત શ્રવણકુમાર હરીરામ બગડુરામ બીસ્નોઈને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
