પાંડેસરામાં રોગચાળાની સ્થિતિ વચ્ચે વધુ એક બાળકીનું મોત
ચાર દિવસથી તાવથી પીડાતી નેન્સી પરમારની તબિયત અચાનક લથડી
પરિવારજનો સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી
બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ
સુરતના પાંડેસરા વિસ્તારમાં રોગચાળાની સ્થિતિ વચ્ચે વધુ એક બાળકીનું મોત થતાં ચકચાર મચી હતી. નેન્સી પરમાર નામની બાળકી છેલ્લા ચાર દિવસથી તાવની બીમારીથી પીડાતી હતી. અચાનક તબિયત લથડતાં પરિવારજનો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
સુરતના પાંડેસરામાં રોગચાળાની સ્થિતિ વચ્ચે વધુ એક બાળકીનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. નેન્સી પરમાર નામની બાળકી છેલ્લા ચાર દિવસથી તાવની બીમારીથી પીડાઈ રહી હતી. દરમિયાન અચાનક તેની તબિયત લથડતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. નેન્સીના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પાંડેસરા વિસ્તારમાં સતત રોગચાળાની ચિંતાઓ વચ્ચે બાળકીના મોતની ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. હવે સવાલ એ છે કે પાંડેસરામાં રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ ક્યારે સઘન કાર્યવાહી કરશે?
