દાહોદમાં આપ દ્વારા ઘરના પ્રદર્શન કરવામાં આવ્યું
કલેકટર કચેરી,અન્ય કચેરીમાં તોડફોડ કરવાની ચીમકી આપી હતી – આપ પાર્ટી
મનરેગા કૌભાંડ નો આંકડો ખુબ મોટો છે- આપ પાર્ટી
છેલ્લા પાંચ વર્ષ થી આ કૌભાંડ ચાલી રહ્યું છે-આપ પાર્ટી
આમ આદમી પાર્ટી દ્વારા આવેદન-પત્ર આપવામાં આવ્યું
આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા વતી માંગ કરી હતી
આમ આદમી પાર્ટી સમિતિ દાહોદ દ્વારા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ના રાજીનામાની માંગ સાથે આંબેડકર ચોક પર ઘરના પ્રદર્શન કર્યું તેમજ પોતાની માગો ને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
ઉપરોક્ત વિષય અનુસંધાને આમ આજની પાર્ટી દાહોદ દ્વારા ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો જેમાં સંડોવાયેલા છે જેમાં મનરેગા કૌભાંડ નો આંકડો ખુબ મોટો છે. મંત્રી પુત્ર અને તેમના ભાણીયા પણ મનરેગા કૌભાંડમાં આરોપી છે. હાલ જે વિગતો બહાર આવે છે તેમાં વધુ તાલુકામાં પંચાયતો ની તપાસ થાય તો કૌભાંડ નો આંકડો વધુ મોટો બહાર આવી શકે છે. છેલ્લા પાંચ વર્ષ થી આ કૌભાંડ ચાલી રહ્યું છે. બચુભાઈ ચોર છે જેવા નારા લગાવ્યા હતા બચુભાઈ ખાબડ મંત્રી પદે છે ત્યારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે સત્ય બહાર આવશે કે કેમ તેની ઉપર શંકા છે એટલે પહેલા બચુભાઈ ખાબડ નું મંત્રી પદે થી રાજીનામુ લઈ લેવામાં આવે અને એમની સામે પણ તપાસ કરવાની જરૂર છે તે ઉપરાંત સ્થાનિક ગ્રામ વિકાસ વિભાગ અધિકારી – કર્મચારી વિગેરે તપાસ થવી જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા વતી માંગ કરી હતી.