સુરતમાં વધુ એક લાંચીયા બાબુ ઝડપાયો
ટીઆરબી જવાન 15 હજારની લાંચ લેતા ઝડપાયો
ટીઆરબી જવાન ધર્મેશ ભરવાડની ધરપકડ
સુરતમાં લાંચીયા બાબુઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ટ્રાફિક નિયંત્રણ કરનાર ટીઆરબી જવાન હાલ 15 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
સુરત શહેરમાં ફરી એસીબીની ટ્રેપ સફળ રહી છે. વાત એમ છે કે ડિંડોલીમાં ટેમ્પોમાં ચાલક પાસેથી માસિક 15 હજાર રૂપિયા હપ્તાની ટીઆરબી જવાન દ્વારા માંગણી કરવામાં આવી હતી. જો કે ફરિયાદી ટીઆરબી જવાનને લાંચની રકમ આપવા માંગતા ન હોય આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકુ ગોઠવી ટીઆરબી જવાન ધર્મેશ ભરવાડને ઝડપી પાડ્યો હતો જ્યારે તેની પાસે લાંચની રકમ મંગાવનાર પિયુષ ઉર્ફે રાહુલ રાજપુત નામનો ટીઆરબી જવાન ભાગી છુટ્યો હતો. હાલ તો ટીઆરબી જવાન લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
