સુરત : કલેકટરને વિચરતી વિમુક્ત જનજાતિ હક્ક સમિતિ દ્વારા આવેદન
સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ માંગણીઓ રજુ કરાઈ
સુરત કલેકટરને વિચરતી વિમુક્ત જનજાતિ હક્ક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા આવેદન પત્ર આપી રજુઆત કરાઈહ તી.
વિચરતી વિમમુક્ત જનજાતિ હક્ક સમિતિ ગુજરાત દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે ભારતમાં ચુંવાળીયા કોળી, દેવીપુજક, રાવળ દેવ યોગી, બાવા વૈરાગી, નાયક, વણઝારા, મે મિયાણાં, ઓડ, સરાણીયા, લુહાર, ચારણ-ગઢવી, ડફેર, સંધી, વાદી જેવી વિચરતી વિમુક્ત જનજાતિઓના ચાલીસ સમુદાયોના હક્ક, ન્યાય અને સન્માન માટે વિચરતી અને વિમુક્ત જનજાતિ હક્ક સમિતિ ગુજરાત પ્રદેશનુ ગઠન કરાયુ છે ત્યારે હાલમાં વિચરતી વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ માંગણીઓ રજુ કરાઈ હતી તો આ અંગે મીડિયા સમક્ષ વધુ વાત કરાઈ હતી.
