દાહોદમાં કમોસમી વરસાદમા ઠેર ઠેર પાણી ભરાયું
કમોસમી વરસાદમાં આવી હાલત તો ચોમાસામાં શું થશે
લક્ષ્મી નગર સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાયું
સોસાયટીના મુખ્ય રોડ ઉપર પાણી ભરાયું
કમોસમી વરસાદ થયો છે ત્યારે દાહોદ સ્માર્ટ સિટી માં આવેલ રળિયાતી રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં રસ્તા ઉપર પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી
દાહોદ શહેર માં સ્માર્ટ સિટી અંતર્ગત સ્ટ્રોમ વોટર પ્રોજેકટ નું કામ કરાયું ત્યારબાદ નવીન રસ્તાઓ બનાવવામાં આવ્યા પરંતુ જૂના રસ્તાઓ ઉપર જ નવા રસ્તાઓ બનાવી દેતા સમગ્ર શહેર માં મકાનો દુકાનો અને સોસાયટીઓ નીચાણ માં જતી રહી છે અને પાણી ભરાવવાની સમસ્યા સ્માર્ટ સિટી ના આશીર્વાદ રૂપે મળી રહી છે દાહોદ ના રળીયાતી ગ્રામપંચાયત ની હદ માં આવેલી લક્ષ્મીનગર સોસાયટી માં આશરે 200 થી વધુ મકાનો આવેલા છે અને મુખ્ય રસ્તો નવો બનાવવાથી ઊચો થઈ ગયો અને સોસાયટી વિસ્તાર નીચાણ માં જતો રહેવાથી સોસાયટી માં પ્રવેશવના ચાર રસ્તા માં ગઇકાલે આવેલા 20 મિનિટ ના ઝાપટાં માજ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા વરસાદી ઝાપટાં ના 18-20 કલાક પછી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મચ્છરો નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને રોગચાળા ની ભીતિ પણ સેવાઇ રહી છે કમોસમી માવઠા માં અહીની હાલત કફોડી જોવા મળી રહી છે તો આવનારા દિવસો માં ચોમાસા દરમિયાન પરિસ્થિતી વધારે ખરાબ થઈ શકે છે સ્થાનિકો ની માંગ છે કે વરસાદી પાણી ના નિકાલ માટે તંત્ર દ્રારા સત્વરે કામગીરી કરવામાં આવે જેથી લોકો ને અવર જવર માં મુશ્કેલી ના પાડે રોગચાળા થી બચી શકે…