શરીર માટે ખુબ જ ફાયદાકારક છે લીલા મરચા,
પરંતુ જાણો એક દિવસમાં કેટલા મરચા ખાવા જોઇએ?
લીલું મરચું એક એવી ખાદ્ય સામગ્રી છે જેના વિના મોટાભાગનો ખોરાક અધૂરો લાગે છે અને જો આપણે ભારતીય વાનગીઓની વાત કરીએ તો લીલા મરચાને બિલકુલ અવગણી શકાય નહીં. આ તીખા શાકભાજીનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, પરંતુ મોટાભાગના લોકો તેના ફાયદા વિશે જાણતા નથી. શાકભાજી અને કઠોળની સાથે તેનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે.
લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે જેમ કે- વિટામિન એ, વિટામિન બી6, વિટામિન સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ. આટલું જ નહીં, તેમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સેન્થિન, લ્યુટીન-ઝેક્સાન્થિન વગેરે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ હાજર છે.
1.વજન ઘટાડવામાં મદદરૂપ
મોટાપાના કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે લીલા મરચાંનું સેવન કરો છો, તો તે વજન વધવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
2. આંખો માટે ફાયદાકારક
લીલા મરચા આંખોને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મરચામાં બીટા કેરોટીન હોય છે જે આંખોને સ્વસ્થ રાખવાની સાથે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.
3. કેન્સર સામે અસરકારક
મરચાંથી તમે કેન્સરને ઘણી હદ સુધી દૂર રાખી શકો છો. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે તમારા શરીરની આંતરિક સફાઈની સાથે મુક્ત રેડિકલથી બચાવીને કેન્સરનું જોખમ ઘટાડી શકો છો. જો કે કેન્સર એક એવો રોગ છે, તેને દૂર રાખવા માટે આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ..
4. હાર્ટ હેલ્થ માટે સારું
હૃદયને સ્વસ્થ રાખવા માટે લીલા મરચાંનું પણ સેવન કરી શકાય છે. તેમાં capsaicin નામનું સંયોજન જોવા મળે છે, જે મરચાને તીખા અને સ્વસ્થ બનાવે છે. આ સંયોજન હૃદય રોગની સમસ્યાને દૂર કરવામાં અને હૃદયને રક્ષણ આપવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
5. ત્વચા માટે ફાયદાકારક
વિટામિન-ઈથી ભરપૂર લીલા મરચાં તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેનાથી તમારો ચહેરો ચુસ્ત રહે છે અને ત્વચા હંમેશા યુવાન અને સુંદર રહે છે.
8. બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશર હૃદયની સમસ્યાઓની સાથે અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. લીલા મરચામાં જોવા મળતું કેપ્સેસીન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
વધુ લીલા મરચા ખાવાના ગેરફાયદા
જ્યાં લીલા મરચાના ફાયદા છે ત્યાં ગેરફાયદા પણ છે, દરરોજ 50 ગ્રામથી વધુ લીલા મરચાં ખાવાથી ડિમેન્શિયા જેવી સ્થિતિ થઈ શકે છે. શરીરમાં ટોક્સિન્સ વધી શકે છે. પેટમાં બળતરા, સોજો વગેરે થઈ શકે છે. લીલા મરચાં પણ એસિડિટીનું કારણ હોઈ શકે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.