ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે
નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે
દાહોદમાં ૨૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે
દાહોદથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ.૨૪,૮૬૫ કરોડના ૨૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે
દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે ૨૧ હજાર કરોડ ઉપરાંતના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે. વડાપ્રધાનશ્રી રૂ.૧૮૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. મહીસાગર અને દાહોદ જિલ્લાના ૧૯૩ ગામો અને એક શહેરની ૪.૬૨ લાખ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળશે. મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ મળવા સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થશે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૬,૨૭ મે ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દાહોદમાં ખરોડ ખાતે તા.૨૬ મીના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ.૨૪,૮૬૫ કરોડના ૨૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે….