અરવલ્લી બાયડ બજારમાં વાહનોમાં આગ લાગવાની ઘટના
કુરિયર ઓફિસના ગોડાઉનમાં લાગી આગ
પાર્ક કરેલા વાહનો માં પણ આગની ઝપેટમાં
આજુબાજુની પાઇપની દુકાનોમાં પણ આગ
આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના મુખ્ય બજારમાં મધરાતે એક મોટી આગની ઘટના સામે આવી છે. રાત્રે વાગ્યાના સુમારે એક વાહનોમાં અચાનક આગ લાગી હતી. કુરિયર ઓફિસના ગોડાઉનમાં આગ લાગી હતી.
હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં ભારે પવનની આગાહી કરી હતી. તેવા સમયે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ આસપાસના પાર્ક કરેલા વાહનોમાં સુધી પહોંચી ગઈ હતી. બાજુમાં આવેલી પાઇપની દુકાન પણ આગની લપેટમાં આવી ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પીવીસી પાઇપો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ અને બાયડ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટું આર્થિક નુકસાન થયું છે.