23 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
મહિધરપુરા પોલીસે સીઆરપીસી કલમ 70ના વોરન્ટના આરોપીને ઝડપી પાડ્યો
વાહન ચોરીના ગુનામાં 23 વર્ષથી નાસતો ફરતો આરોપી સુરત પોલીસના જાળમાં
23 વર્ષથી વોન્ટેડ સીઆરપીસી કલમ 70 મુજબનના વોરન્ટના આરોપીને રાજસ્થાનના નાથદ્વાર ખાતેથી મહિધરપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ મહિધરપુરા પોલીસ મથકની પોલીસ ઈન્સ્પેકટર એન.એચ.બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઈન્સ્પેકટર યુ.જે. જોષીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાજસ્થાનના રાજસમંદ નાથદ્વાર ખાતે જઈ ત્યાંથી વર્ષ 2002 થી એટલે કે 23 વર્ષથી મહિધરપુરા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા અને સીઆરપીસી કલમ 70 મુજબના આરોપી શંકર પન્નાલાલ ગાયરીને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
