પાલ પોલીસે મિશન મિડનાઈટ હેઠળ નાઈટ આઉટ પર કડક કાર્યવાહી
મોડી રાત્રે પાલ પોલીસનું પેટ્રોલિંગ, ચાની મહેફિલ પર ચેકિંગ
પાલ વિસ્તારમાં મિશન મિડનાઈટ અભિયાન અંતર્ગત ચેકિંગ અને કાર્યવાહી
મોડી રાત્રે પાલ પોલીસે મિશન મિડનાઈટ હેઠળ કડક કાર્યવાહી કરી હતી. અને પાલ વિસ્તારમાં નાઈટ આઉટ અંતર્ગત ચાની મહેફિલ પર પેટ્રોલિંગ કર્યુ હતું.
સુરતની પાલ પોલીસની મિશન મિડનાઇટ હેઠળ કડક કાર્યવાહી કરી હતી. ઝોન 7 ના ડીસીપી શેફાલી બરવાલની સૂચનાથી પાલ પોલીસ દ્વારા પાલ વિસ્તારમાં મિશન મિડનાઇટ થી નાઇટઆઉટ અંતર્ગત ચાની મહેફિલ પર કડક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતં. મોડી રાત્રે ગલ્લાઓ પર અડ્ડો જમાવીને બેસતા લોકોને હટાવવામાં આવ્યા હતાં. સાથે જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
