તાપીમાં લાકડા ચોરીની ગાડીનો પીછો કરતા આરએફઓનું મૌત

Featured Video Play Icon
Spread the love

તાપીમાં લાકડા ચોરીની ગાડીનો પીછો કરતા આરએફઓનું મૌત
વિકાસ દેસાઈ સહિત બેના કરૂણ મોત,
સમગ્ર પંથકમાં શોકનું મોજું

તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વહેલી સવારે સર્જાયેલી એક ગમખ્વાર દુર્ઘટનાએ સમગ્ર વન વિભાગ અને સ્થાનિક તંત્રને હચમચાવી દીધું છે. સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક લાકડા ચોરી કરી ભાગી રહેલી એક શંકાસ્પદ ગાડીનો પીછો કરવા દરમિયાન થયેલા ભયાનક અકસ્માતમાં તાપ્તી રેન્જ ના આરએફઓ વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીત એમ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.

બનાવને પગલે વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તાપ્તી રેન્જ ના જંગલ વિસ્તારમાંથી લાકડાની ચોરી થતી હોવાની માહિતી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે, ફરજ પરના RFO વિકાસ દેસાઈ સતર્ક હતા. દરમિયાન વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં શંકાસ્પદ હાલતમાં ઉકાઈ થી પસાર થઈ રહેલી એક ગાડીને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ગાડી ચાલકે વાહન ઉભું રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકતા વન વિભાગની ટીમે તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક પહોંચતા જ પીછો કરી રહેલી ગાડી અને લાકડા ભરેલી શંકાસ્પદ ગાડી કન્ટેનર નડતા બને ગાડીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીઓમાં સવાર બંને વ્યક્તિઓ ઘટનાસ્થળે જ ફસાઈ ગયા હતા અને તેમનું નિધન થયું હતું. મૃતકોમાં વન વિભાગના જવાબદાર અધિકારી RFO વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

આ કરૂણ બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં લાકડાની હેરાફેરી કરતી ગાડી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે, જે કાયદાનો ભંગ કરી રાત્રિના અંધારામાં જંગલ સંપત્તિની ચોરી કરી રહી હતી. વન વિભાગના એક ઉચ્ચ અધિકારીના આ રીતે ફરજ દરમિયાન મોતને કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષની સાથે દુઃખની લાગણી જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. લાકડા માફિયાઓ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેને ડામવા જતા અધિકારીઓએ જીવ ગુમાવવો પડ્યો છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુઃખદ ઘટનાને પગલે પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *