મોતીતળાવ વિસ્તારમાંથી પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે દારૂ

Featured Video Play Icon
Spread the love

મોતીતળાવ વિસ્તારમાંથી પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે દારૂ
ક્રાઇમ બ્રાન્ચે દારૂ, ટ્રક-કાર સહિત રૂ.13.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
દારૂનો જથ્થો સેલવાસથી લાવ્યો હોવાનું તપમાં ખુલ્યું

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે મોતીતળાવ વિસ્તારમાંથી પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર અને તેની પાછળ આવતા ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની 2 લીટરની ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા કબ્જે કરી સિહોરના ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરતા તેના શેઠ સ્વિફ્ટ કારનો ચાલક પોલીસનું ધ્યાન રાખવા આગળ પાયલોટિંગ કરતો હોવાનું અને ટ્રકમાં ભરેલો દારૂનો જથ્થો સેલવાસ-દમણથી લાવવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે બંને સિહોર અને ટાણા ગામના શખ્સની ધરપકડ કરી 13.06 લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ દારૂના ગુનામાં ઝડપાયેલ કિશન માડણભાઈ મકવાણા (રહે. ખારી, તા. શિહોર, જિ. ભાવનગર) પોતાની સ્વિફ્ટ કાર નં. GJ-04-EJ-0982માં પાયલોટિંગ કરી રહ્યો છે અને તેની પાછળ ટ્રક નં. GJ-05-BX-5748 માં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મોતી તળાવ રોડથી વી.આઈ.પી. રોડ પર ભુરાણી પેટ્રોલ પંપ પાસેના ખાંચા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી ભુરાણી પેટ્રોલ પંપ તરફથી આવતા બંને વાહનોને અટકાવી. સ્વિફ્ટ કારના ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિશન માડણભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું. તેની કારની તલાશી લેતા કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. બાદ ટ્રકના ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુનીલ લાભુભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું. ટ્રકની તલાશી લેતા પાછળના ભાગમાં તાડપત્રીથી ઢાંકેલી પ્લાસ્ટિકની કોથળીઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની 2 લીટરની ઇંગ્લિશ દારૂની કુલ 102 બોટલો મળી આવતા. ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સની ધરપકડ કરી ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેના શેઠ સ્વીફટ કારનો ડ્રાયવર કિશન મકવાણા આગળ આગળ ચાલી પોલીસનું ધ્યાન રાખવા પાયલોટીંગ કરતો હોવાનું તેમજ આ દારૂનો જથ્થો સેલવાસ દમણથી લાવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *