લીંબડી રાણપુર હાઈવે પર અકસ્માત સર્જાયો
સુપર કેરી ગાડીનો ગંભીર અકસ્માત સર્જાયો
લીંબડી રાણપુર હાઈવે પર સુપર કેરી ગાડીનો ગંભીર અકસ્માત સર્જાયો
લીંબડી તરફથી ગાડી ચાલક છલાળા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે ધડાકાભેર ગાડી ભટકાતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે 108 ને જાણ થતાં 108 ના પાઈલોટ જગદીશભાઈ સાકરીયા અને ઈએમઈટી અશ્વિનસિહ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લીંબડી હોસ્પિટલના ફરજ પરનાં તબિબને હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ.એલ.સી નોંધાવા પામી હતી
