સુરત : એસએચજી.મેળા 2025નુ આયોજન કરાયુ
જોગાણી નગર પાર્ટી પ્લોટ પર મેળાનું આયોજન
મેળામાં મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ હાજર રહ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે જોગાણી નગર પાર્ટી પ્લોટ પર એસ.એચ.જી. મેળા 2025નુ આયોજન કરાયુ હતું.
કેન્દ્ર સરકારના દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાળ જન આજીવિકા યોજના અતર્ગત રચાયેલ સ્વસહાય જુથ એટલે કે એસ.એચ.જી.ના સભ્યો તેમજ પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પુરો પાડી શકાય તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત દીનદયાળ જન આજીવિકા યોજના અન્વયે સુરત મહાનગર પાલિકા અન ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વસહાય જુથો એસ.એચ.જી.ની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન સુરત મનપા દ્વારા અડાજણ ખાતે આવેલ જોગાણી નગર પાર્ટી પ્લોટ પર એસ.એચ.જી. મેળો 2025નુ આયોજન કરાયુ હતું. જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ હાજર રહ્યા હતાં
