સુરતમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે
સુરત વરાછા વિસ્તારમાં પાણી ભરાયા
વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ
સુરતમાં એકધારા પડી રહેલા વરસાદ વચ્ચે વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધારમણી જોવા મળી છે. સુરતમાં શુક્રવારથી જ એકધારો વરસાદ થઈ રહ્યો છે. તો શનિવારે પણ વહેલી સવારથી શહેરમાં વરસાદ પડતા અનેક જગ્યાએ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. વરાછા વિસ્તારમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો અગાઉ પણ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમા પાણી ભરાયા હતા જેથી પાણી ભરાવાના કારણે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.