સુરતમાં પીકઅપ વાન અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
કેળા ભરેલા ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
અકસ્માત સર્જાતા બન્ને વાહનોમાં ભારે નુકશાન થયુ
ચાર લોકોને નજીવી ઈજાઓ થઈ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉનના સોનારી ગામ પાસે કેળા ભરેલા ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનોમાં ભારે નુકશાન થયુ હતું.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના ઉન વિસ્તારમાં આવેલ સોનારી ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેળા ભરેલા ટેમ્પો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ બન્ને વાહનોને ભારે નુકશાન થયુ હતુ. તો ચાર લોકોને નજીવી ઈજાઓ થઈ હતી.
