સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ અને ભારે પવનની આગાહી
સુરતમાં મંગળવારે પણ સવારથી જ વાતાવરણમાં પલ્ટો
વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીથી લોકોને રાહત
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને લઈ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટા સાથે ભારે પવન અને વરસાદ પડ્યો હતો. તો સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવન અને વાદળછાયા વાતાવરણને લઈ આકરી ગરમીથી લોકોને રાહત મળી હતી.
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને લઈ સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ અને ભારે પવનની આગાહી કરાઈ હતી. જેને લઈ સુરતમાં સોમવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટા બાદ મોડી સાંજે વરસાદ પડ્યો હતો. તો રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હોય અને ભારે પવનને લઈ ઝાડ પડવાની સાથે જર્જરિત મકાન અને સોલાર પેનલ તુટી પડવાની ઘટના બની હતી. જ્યારે મંગળવારે પણ સવારથી જ વાતાવરણમાં પલ્ટો હોય વાદળછાયા વાતાવરણ વચ્ચે પાંડેસરા સહિતના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. તો ભારે પવન અને વરસાદ સાથે વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીથી લોકોને રાહત મળી હતી.