સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી સામૂહિક આપઘાત કેસમાં બે ગુના નોંધાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી સામૂહિક આપઘાત કેસમાં બે ગુના નોંધાયા
બે દીકરાને ઝેરી દવા પીવડાવી હત્યા બદલ મૃતક અલ્પેશ સામે ગુનો દાખલ

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે બે પુત્રોની હત્યા કરી આપઘાત કરવા મામલે પત્નિનો અફેર કારણભુત હોય ઉમરા પોલીસે પત્નિ અને તેના પ્રેમિ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં આવેલ સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા અને ડિંડોલીની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ સોલંકીએ પોતાના બે બે પુત્રોને ઝેરી દવા પિવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો આ મામલે પોલીસે તપાસ કરતા સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પત્નિનો અન્ય સાથે પ્રેમ સંબંધ કારણભુત હોય પોલીસે તપાસ કરતા મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીની પત્નિ અને તેના પ્રેમીના ત્રાસથી આપઘાત કરાયો હોવાનુ સામે આવ્યુ હતું. જેને લઈ ઉમરા પોલીસે આપઘાતની દુષ્પ્રરેણાનો ગુનો નોંધી મૃતક શિક્ષકની પત્નિ અને તેના પ્રેમીની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *