સુરતમાં બે યુવાનોના શંકાસ્પદ મોત
પલસાણા ટોલ પ્લાઝા પાસેનીથી યુવાનોના મૃત દેહ મળ્યા
પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા
સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓ વચ્ચે સચીનથી નિકળેલા ચાર મિત્રોમાંથી બેના પલસાણા ટોલ પ્લાઝા પહેલા જ મોત નિપજ્યા હોવાનુ સામે આવ્યુ છે. અકસ્માત કે આકસ્મિક કઈ રીતે બન્ને યુવાનોના મોત થયા તે જાણવા હાલ પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે.
સુરતમાં બે યુવાનોના શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનો શોકમા ગરકાવ થઈ ગયા છે. વાત એમ છે કે સુરતનાસ ચીન વિસ્તારમાં આવેલ ગભેણી રોડ પરની ભાગ્ય લક્ષ્મી છમાં રહેતા ચાર મિત્રો નિકળ્યા હતાં. વહેલી સવારે ચાર વ્યક્તિઓ ચા પિવા માટે નિકળ્યા બાદ બે મિત્રો વિજયકુમાર અને બીપીન મહાંતોના પલસાણા સુરત પલસાણા ટોલ પ્લાઝા પાસેની થી મૃત હાલતમાં મળી આવ્યા હતા જેની જાણ થતા પરિવારજનો સ્થળે દોડી ગયા હતા તો પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. જો કે બન્ને યુવાનોના અકસ્માતમાં મોત નિપજ્યા છે કે કોઈ અન્યકારણોસર તે જાણી શકાયુ નથી. ત્યારે બન્ને યુવાનોના મોતનુ કારણ જાણવા પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી.