સુરત માંડવીના તડકેશ્વર જીઆઈડીસીમાં ફોમ મિલમાં આગ
હરિકૃષ્ણ પ્રા.લિ.માં લાગેલી આગથી ધુમાડાના ગોટેગોટા,
ફાયર ટીમે આગ કાબૂમાં લીધી
સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વર હરિકૃષ્ણ કંપનીમાં શોર્ટ સર્કિટ ના કારણે ભીષણ આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો
માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આવેલ ફોર્મ અને થર્મોકોલ બનાવતી કંપનીમાં મંગળવાર બપોરે 3.00 કલાકે ભયંકર આગ લાગવા પામી હતી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાય છે કંપનીના માલિક દ્વારા ફાયર વિભાગની ટીમ ને જાણ કરતા ટોરેન્ટો પાવર, જીઆઈપીસીએલ તેમજ માંડવી નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કંપનીને ભારે નુકસાન થવા પામેલ છે…