મોડાસાના ખુમાપુર ગામે વીજળી ત્રાટકતા ત્રણ ગાયોના મોત
ગરીબ ખેડૂત માથે આભ તૂટી પડ્યું.
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું
વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા તેમજ મેઘરજ તાલુકા સહિત અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ખાસ કરીને મોડાસા તાલુકાના વરથુ, દધાલીયા , ગાજણ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર પાણી પાણી જોવા મળ્યું હતું.મોડાસાના ખુમાપુર ગામે વીજળી ત્રાટકતા ત્રણ ગાયોના મોત નીપજ્યા હતા.ખૂમાપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.હાલ તો વીજળી ત્રાટકતા 3 પશુના મોત નીપજ્યા ગરીબ ખેડૂત માથે આભ તૂટી પડ્યું હોય તેવી હાલત જોવ મળી હતી..