ગુજરાતમાં કોરોના બેકાબૂ થતા 717 એક્ટિવ કેસમાં 23 દર્દી હોસ્પિટલમાં,
એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા
અમદાવાદના દર્દીઓમાં ત્રીજી લહેર વખતનો ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો
ગુજરાતમાં ગઇકાલે કોરોનાના 170 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં 717 કેસ એક્ટિવ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં ગઇકાલે તારીખે6 જૂનના કોરોનાના 170 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં 717 કેસ એક્ટિવ છે. જેમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો 694 હોમ આઇસોલેશનમાં છે. 68 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અમદાવાદમાં ગઇકાલે કોરોનાના કુલ 88 જેટલા કેસ એક દિવસમાં નોંધાયા હતા. અત્યારસુધીમાં કોરોનાના 559 જેટલા કેસો અમદાવાદમાં નોંધાયા છે, જેમાં 183 લોકો ડિસ્ચાર્જ થયા છે, ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 374 જેટલા કેસો હજી એક્ટિવ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, નવાવાડજ, વાસણા, પાલડી, આશ્રમરોડ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ, જગતપુર, વૈષ્ણોદેવી, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે. વધતા જતા કોરોના કેસોને પગલે ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે જેને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના માઇલ્ડ સિમ્પ્ટમ્સ ધરાવતો ઓમિક્રોનનો આ સબ વેરિયન્ટ એલએફ 7.9 અને એક્સએફજી રિકોમ્બિનન્ટ છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડા, સ્નાયુ ખેંચાવાનાં લક્ષણો જોવા મળે છે, જોકે ગર્ભવતી મહિલાઓને આ વેરિયન્ટથી સૌથી વધુ જોખમ છે. છેલ્લા પંદરેક દિવસોથી શહેરમાં નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં 7થી વધુ મહિલા ગર્ભવતી હતી, જેમાંથી બેનાં મોત થયાં છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી