સુરત : ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ તથા રસેષ જ્વેલ્સના ભાગીદારની ધરપકડ
21 વેપારીઓનું હિરાનું 8 કરોડ 20 લાખ 32 હજારનુ પેમેન્ટ ચૂકવ્યું નહોતું
ઈકો સેલની ટીમે આગામી કાયદેસરની કામગીરી હાથ ધરી
હિરા બજારમાં વેપારીઓ પાસેથી હિરાનો માલ ખરીદી તેનુ પેમેન્ટ નહી કરી ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ એલ.એલ.પી. તથા રસેષ જ્વેલ્સ એલ.એલ.પી.ના ભાગીદારને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરતમાં રોજેરોજ ઠગાઈના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના હિરા બજારમાંથી અલગ અલગ 21 જેટલા વેપારીઓ પાસેથી હિરાનો માલ ખરીદી આઠ કરોડ 20 લાખ 32 હજારથી વધુનુ પેમેન્ટ નહી કરી ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ એલ.એલ.પી. તથા રસેષ જ્વેલ્સ એલ.એલ.પી.ના વેપારીઓ વિરૂદ્ધ સુરત પોલીસ કમિશનરને અનિલ અરવિંદ હિરપરાએ ફરિયાદ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમને તપાસ સોંપાઈ હતી જેમાં બન્ને કંપનીના ભાગીદારો જીતેન્દ્ર ધનજી કાસોદરીયા, રોનક રાજેશ ધોળીયા અને કૌશીક અમૃતલાલ કાકડીયા વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ ઈકો સેલની ટીમે તપાસ હાથ ધરી જીતેન્દ્ર ધનજી કાસોદરીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.