સુરત પોલીસ દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને
ઉત્રાણ પોલીસે વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે ત્રણને ઝડપ્યા
દેવ ઉર્ફે દેવો રાઠોડ, અર્જુન પાટીલ અને દેવેન્દ્ર મદેશીયા પકડાયા

સુરત પોલીસ દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે ઉત્રાણ પોલીસે વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતાં. પોલીસે બુટેલગરો પાસેથી દારૂના જથ્થા સાથે કાર, મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલાની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જાલાભાઈ અને જાલાભાઈ સેંધાભાઈને મળેલી બાતમીના આધારે ઉત્રાણ કઠોરગામ માનસરોવર રેસીડેન્સી ના પાર્કિંગમાંથી ટાટા હેરીયર કાર સાથે દેવ ઉર્ફે દેવો સુરેશ રાઠોડ, અર્જુન નીન અડાવ પાટીલ અને દેવેન્દ્ર ઓમપ્રકાશ મદેશીયાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખ 99 હજારથી વધુનો દારૂનો જથ્થો તથા કાર અને મોબાઈલ સહિત 15 લાખ 13 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર મેહુલ સભાડ અને આપનાર મુકેશ પટેલ, અંકુર સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *