સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘટનાને લઈ વિરોધ કર્યો
અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના વિરોધમાં સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ કરી આવી ઘટનાઓ બંધ કરાવવા માંગ કરાઈ હતી.
સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું. સુરત શહેરના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીએ હલ્લાબોલ કરી અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘટનાને લઈ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવાની સાથે ભારત ભરમાં વિદ્યાર્થીઓ સાથે હવેઆવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલા લેવાની માંગ સાથે શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. તો આ મામલે એબીવીપી દ્વારા મીડિયા ને શું કહ્યુ સાંભળીયે.
