સુરતમાં આપ દ્વારા વિશાળ જનસભાનુ આયોજન કરાયુ
જનસભામાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા
ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા
સુરતમાં ઉધના વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ જનસભાનુ આયોજન કરાયુ હતુ જેમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જાહેરસભાને સંબોધી હતી.
ગુજરાતમાં રાજકીય માહોલ વારંવાર ગરમાય છે ત્યારે સુરતના ઉધના વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉધના વિધાનસભાના લિગલ સેલના ઈન્ચાર્જ એડવોકેટ વિલાસ પાટીલ દ્વારા એક વિશાળ જાહેર જનસભાનુ આયોજન કર્યુ હતું. ઉધના હરિનગર ત્રણ પાછળ આવેલ શક્તિ નગર સોસાયટીમાં યોજાયેલ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનસભાને સંબોધી હતી. સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતાં.
