સુરતના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના
કચરાના ઢગલામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો
પાપ છુપાવવા માટે બાળકના મૃતદેહને કચરામાં ફેંકી દીધો

સુરતના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ભીમનગર નજીક કચરાના ઢગલામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર નજીક કચરાના ઢગલામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય અને ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ કચરાના ઢગલામાં બાળકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરતા ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બાળક આશરે નવ માસનું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પોલીસને આશંકા છે કે કોઈએ પાપ છુપાવવા માટે બાળકના મૃતદેહને કચરામાં ફેંકી દીધો હોઈ શકે. સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *