સુરતના જહાંગીરપુરામાં સખિયા સ્કિન ક્લિનિક

Featured Video Play Icon
Spread the love

સુરતના જહાંગીરપુરામાં સખિયા સ્કિન ક્લિનિક
સ્કિન, હેર અને લેસર ટ્રીટમેન્ટની સુવિધા સાથે ક્લિનિકનુ ઉદઘાટન
આધુનિક ટેકનોલોજી દ્વારા નિષ્ણાત સારવાર

27 વર્ષના અનુભવ સખિયા સ્કિન ક્લિનિક દ્વારા સુરતના જહાંગીરપુરામાં વિસ્તારમાં અદ્યતન સ્કિન, હેર અને લેસર ટ્રીટમેન્ટની સુવિધા સાથેના ક્લિનિકનુ ઉદઘાટન કર્યુ હતું.

સુરતના ઝડપથી વિકસતા જહાંગીરપુરા વિસ્તારમાં સખિયા સ્કિન ક્લિનિકે તેના 42મા ક્લિનિકની શરૂઆત કરી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે સખીયા સ્કિન ક્લીનીકના સ્થાપક ડો.જગદીશ સખિયા, સીઈઓ ડો. રૂપલ સખિયા અને ડિરેક્ટર દામજી રોય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવા ક્લિનિકમાં ખીલ, પિગમેન્ટેશન, વાળ ખરવા, હેર ટ્રાન્સપ્લાન્ટ, લેસર હેર રિમૂવલ, એન્ટી-એજિંગ અને અન્ય અદ્યતન ત્વચા સારવારની સુવિધા ઉપલબ્ધ રહેશે. દર્દીની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ ટ્રીટમેન્ટ અને આધુનિક ટેકનોલોજી દ્વારા નિષ્ણાત સારવાર આપવામાં આવશે.

આ પ્રસંગે ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું હતુ કે દરેક નવું ક્લિનિક વધુ લોકોને સલામત, નૈતિક અને અદ્યતન ત્વચા સારવાર પહોંચાડવાના તેમના વિઝનને આગળ વધારે છે. જ્યારે ડો. રૂપલ સખિયાએ જણાવ્યું હતુ કે દર્દીઓની નજીક ગુણવત્તાસભર અને પરિણામલક્ષી સેવા પહોંચાડવી એ જ તેમનું મુખ્ય લક્ષ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *