સુરતની મહિધરપુરા પોલીસે રીઢાઓને ઝડપ્યા
મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને ઝડપ્યા
ચોરાયેલ મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતની મહિધરપુરા પોલીસે કતારગામ પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર વાઘેલા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ બીબી કાતરીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મીતભાઈ અને અપોકો હિતેષભાઈને મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ મોબાઈલ ફોન ચોરીના ગુનામાં સંડોવાયેલા ચરણ ઉર્ફે મલય સત્ય પ્રદાન અને નારાયણ રમેશ પહાલને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલા મોબાઈલ કબ્જે લઈ તેઓનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
