બારડોલીમાં ‘સિદ્ધિ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ.’નું ભવ્ય ઉદ્ઘાટન
માજી કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સેવાનો શુભારંભ કરાયો
સહકાર અને વિશ્વાસના પાયા પર બારડોલીના આર્થિક ઉત્થાન માટે સોસાયટી પથદર્શક બનશે: અગ્રણીઓ
બારડોલી નગરના સર્વાંગી વિકાસ અને સ્થાનિકોના આર્થિક ઉત્થાનના સંકલ્પ સાથે નવી શરૂ થયેલી “સિદ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, બારડોલી” નો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ આજે સવારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.
આ મંગલ પ્રસંગે નવીન સોસાયટીનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર (અનિલભાઈ) ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા સુમુલ ડેરી-સુરતના માજી પ્રમુખ શ્રી રાજુભાઈ પાઠકે જણાવ્યું હતું કે, સહકાર અને પરસ્પર વિશ્વાસના પાયા પર શરૂ થયેલી આ સંસ્થા આગામી સમયમાં સ્થાનિક નાગરિકો માટે આર્થિક સશક્તિકરણનું મોટું માધ્યમ બનશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ (બાબેન), સુ.ડી.કો. બેંકના પ્રમુખ શ્રી બળવંતભાઈ કે. પટેલ, મઢી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ શ્રી સમીરભાઈ ભકતા અને SCOBAના ચેરમેન શ્રી ગૌતમભાઈ વ્યાસે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, સૃષ્ટિ મહિલા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રીમતી દિવ્યાબેન બી. પટેલ અને સુવિધા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના માજી પ્રમુખ શ્રી અજીતસિંહ સુરમાએ પણ ખાસ ઉપસ્થિત રહી નવીન સોસાયટીને આવકારી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સોસાયટીના સંચાલન મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ (બામણી), ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (બાબલા) અને મંત્રી શ્રી પરેશકુમાર પટેલ (વૃંદાવન પાર્ક) સહિત સમગ્ર ટીમે કાર્યક્રમ ને બનાવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે બારડોલી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, વેપારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા
