સુરત ગોડાદરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી

Featured Video Play Icon
Spread the love

સુરત ગોડાદરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી
આરોપી દિપચંન્દ્ર રામદેવ યાદવ ગાંજો 106 ગ્રામ લાવ્યો હતો.
આરોપીએ કાલુ ઉડીસાવાળા નામનો ઈસમ આપી ગયો હોવાનુ જણાવ્યું

સુરત ગોડાદરા પોલીસે બાતમીના આધારે ગોડાદરાના પુર્ણીમાનગર સોસાયટીના ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે જ્યારે બીજાને વોન્ટેડ જાહેર કરીયો છે.

આજકાલ સુરતમાં એમડી સાથે હવેતો ગાંજાનો જથ્થાઓ પકડાઈ રહ્યા છે. ત્યારે ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ હેડકોન્સ્ટેબલ સંદીપ મચ્છીન્દ્રરભાઈ ને માહીતી મળી હતીકે ગોડાદરાની પુર્ણીમાનગર સોસાયટીના પ્લોટ નંબર સાતના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પરની રૂમમાં રહેતા આરોપી દિપચંન્દ્ર રામદેવ યાદવ ગાંજો 106 ગ્રામ લાવ્યો હતો. જેની કિંમત સાત હજાર થી વધુ થાય છે. તેની સાથે પોલીસે દિપચંન્દ્રની ધરપકડ કરીહતી. અને આ ગાંજો કોને આપ્યો હતો જેમા કોઈ કાલુ ઉડીસાવાળા નામનો ઈસમ આપી ગયો હોવાનુ પોલીસને જાણવા મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીયો છે. વધુ તપાસ ગોડાદરા પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *