સુરત સચીન પોલીસને મોટી સફળતા મળી

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન પોલીસને મોટી સફળતા મળી
વિદેશી દારૂ ભરેલી હુન્ડાઈ કાર સાથે જમીન દલાલની ધરપકડ
જમીંન દલાલીનુ કામ કરનાર રાજુ શાંતીલાલ પટેલની ધરપકડ

સુરત સચીન પોલીસને મોટી સફળતા મળી છે. ચારલાખથી વધુની કિંમતના વિદેશી દારૂ ભરેલી હુન્ડાઈ કાર સાથે જમીન દલાલની ધરપકડ કરતા દારૂ ના બંધાણીઓમા ફફડાટ ફેલાઈ ગયો છે.

સચીન પોલીસને માહીતી મળી હતી કે સચીનના દર્શન ટાવર ચાર રસ્તા પાસે એક સફેદ કલરની હુન્ડાઈ વર્ના મોટર કાર જીજે પાંચ જેડી 7839 નંબરની કાર પસાર થવાની છે આ માહીતી મળતાજ પોલીસે વોચ ગોઠવી હતી કાર આવતા પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારમાથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો 468 નંગ તેમજ બીયરના ટીન અને મોટરકાર મળી કુલ 4 લાખ 15 હજારથી વધુના મુદામાલ સાથે અઠવાલાઈન્સ લાલબંગલા પાસેના ઓલપાડ મહોલ્લામાં રહેતા અને જમીંન દલાલીનુ કામ કરનારા રાજુ શાંતીલાલ પટેલની ધરપકડ કરી છે જેના કારણે દારૂના બંધાણીંઓમા ફફડાટ વ્યાપી જવા પામીયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *