અમરેલી ધારીમાં વન વિભાગના એસીએફની સરકારી ગાડીએ છકડા રિક્ષાને અથડાવી

Featured Video Play Icon
Spread the love

અમરેલી ધારીમાં વન વિભાગના એસીએફની સરકારી ગાડીએ છકડા રિક્ષાને અથડાવી
ચલાલા રોડ ઉપર અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઈજા,
24 કલાક પછી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

રાજ્યમાં સતત વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. મળતી માહિતી મુજબ અમરેલી-ધારીમાં કાર અને છકડા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી ગાડીએ ટક્કર મારતા છકડો હાઇવે પર જ પલટી મારી ગયો હતો

અમરેલી – ધારીમાં કાર અને છકડા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રોડ ઉપરથી છકડો પસાર થઈ રહ્યો હતો ત્યારે વન વિભાગના ACFની સરકારી ગાડી નંબર GJ 14 GA 1261એ પૂરપાટ ઝડપે આવીને છકડા રિક્ષાને હડફેટે લીધી હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક જીરા ગામના જગાભાઈ અને મૂંજાણીયા ગામના હસુભાઈ જાદવભાઈ દેસાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને પ્રથમ ધારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પગના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે બંનેને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ભયાનક ટક્કરને કારણે છકડો હાઇવે પર જ પલટી મારી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરા માં કેદ થઈ છે. ઈજાગ્રસ્ત હસુભાઈના પુત્ર જયેશભાઈ દેસાઈએ જણાવ્યું કે તેમના પિતા ધારીમાં ખેતીવાડીનો સામાન ખરીદવા આવ્યા હતા. તેમણે પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે.

વિગતો મુજબ અમરેલી-ધારીમાં ચલાલા રોડ ઉપર ઘટના બપોરના સમયે બની હતી જ્યારે છકડો રિક્ષા રોડ ક્રોસ કરી રહી હતી. અકસ્માતના કારણે રિક્ષા પલટી ગઈ હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા. વિગતો મુજબ ACFની કાર પુરઝડપે આવતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઇ રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *