ભાવનગર એસટી બસ અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એસટી બસ અકસ્માત
સરકારી બસ સ્ટેન્ડ પાસે બેકાબૂ બસ ચડતા માતા-પુત્રીનામોત,
ખરીદી કરવા આવેલા પરિવાર પર આફત

ભવનગર શહેરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એસ.ટી. બસના ચાલકની ગંભીર બેદરકારીને કારણે માર્ગ પર ઊભેલા નાગરિકોમાંથી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં એક મહિલા અને તેમની યુવતી દીકરીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ રંઘોળા ગામથી એક જ પરિવારના સભ્યો વાસણ તથા ઘરવપરાશની ખરીદી કરવા માટે પાલનપુર આવ્યા હતા., આ તમામ 7 સભ્યો સરકારી બસ સ્ટેન્ડની સામે ફૂટપાથ અને દીવાલના ટેકે ઊભા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી એસ.ટી. બસના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ બેકાબૂ બનીને સીધી ફૂટપાથ અને દીવાલ તોડીને ત્યાં બેઠેલા લોકો પર ચડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં લતાબેન ગુલાબભાઈ અને તેમની દીકરીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે હાજર રહેલા પ્રત્યક્ષદર્શી જાંબુસરા જયેશ ભરતભાઈએ જણાવ્યું હતું કે, “અમે સવારમાં આનંદ ફ્લાવરમાં ફૂલ લેવા જતા હતા અને અમારી નજરે આ ઘટના જોઈ છે. માત્ર 5 સેકન્ડનો જ ફેર પડ્યો હતો. એસ.ટી. ડ્રાઇવરની ફૂલ બેદરકારી હતી, તેણે કાબૂ ગુમાવીને સીધી લોકો પર ગાડી ચડાવી દીધી હતી. મૃતક દીકરી અને બેનને અમે અમારી હાથે બહાર કાઢ્યા હતા.” બીજા પ્રત્યક્ષદર્શી અને ભોગ બનનાર પરિવારના લાલજીભાઈ ગગજીભાઈએ જણાવ્યું હતું કે, “અમે કુલ 7 જણા રંઘોળાથી વાસણ ખરીદવા આવ્યા હતા. બસ સ્ટેન્ડની સામે બૈરાઓ બેઠા હતા ત્યારે બસવાળાએ કારમી બસ ચડાવી દીધી અને દીવાલ પાડી દીધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *