સુરતના ઉત્રાણમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ઉત્રાણ પોલીસે દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો
લાખોની કિંમતનો દારૂનો જથ્થો સહિત લાખોની મત્તા કબજે કરાઈ
સુરતની ઉત્રાણ પોલીસે દારૂની હેરાફેરી કરનાર ને ઝડપી પાડી તેની પાસેથી લાખોનો દારૂનો જથ્થો સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ દિવાળી સમયે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કામરેજ ચાર રસ્તાથી કામરેજ ટોલ પ્લાઝા તરફ આવતા નેશનલ હાઈવે પરથી પસાર થતી બોલેરો પીકઅપ ગાડીને આંતરી તેની ઝડતી લેતા કારમાંથી 13 લાખ 63 હજારથી વધુની મત્તાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, બોલેરો સહિત 22 લાખ 18 હજારથી વધુની મત્તા કબ્જે કરી ચાલક રાજસ્થાની મંગલારામ બિશ્નોઈની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
